bharatni krushini vartman dasha ane bhavishyani disha : aabohava parivarnni pariprexma = ભારતની કૃષિની વર્તમાન દશા અને ભવિષ્યની દિશા : આબોહવા પરિવર્તનના પરિપ્રેક્ષ્યમાં
Loading...
Date
Authors
Journal Title
Journal ISSN
Volume Title
Publisher
Atmaj Academic Research Journal (AARJ): An International Peer-Reviewed Research Journal
Abstract
આબોહવા પરિવર્તન એ આજના સમયનો એક વિકટ પ્રશ્ન બની ગયો છે ત્યારે તેની ભારી કૃષિ પર જોવા મળતો પ્રભાવનો અભ્યાસ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ સંદર્ભમાં જ્યારે લાંબું હોય તો વર્તમાન કૃષિની દશા અને તેના સુધાર માટે ભવિષ્યની દિશા વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપી શકાય. જેમાં આબોહવા પરિવર્તનના સામાન્ય પરિચયમાં જોઈએ તો વાતાવરણ હંમેશા બદલાતી પરિસ્થિતિમાં રહે છે, જેના કારણે હવામાન અને આબોહવામાં સમય અને સ્થાનના સંદર્ભમાં ટૂંકાગાળાનું કે લાંબાગાળાનું પરિવર્તન થતું રહે છે. આબોહવાશાસ્ત્રની ભાષામાં પરિવર્તન એ આબોહવાનો વાસ્તવિક ગુણ છે. પરંતુ કોઈ સ્થાન કે પ્રદેશ પર હવામાન સંબંધિત પરિસ્થિતિઓમાં જ્યારે મોટા પ્રમાણમાં પરિવર્તન થાય ત્યારે આબોહવા પરિવર્તન એવો શબ્દ આવે છે. જેમ કે તેની ખેતી પર અને ત્યારબાદ આ વ્યવસાય સાથે જોડાયેલ એવા ખેડૂતની પરિસ્થિતિના ખ્યાલ ખૂબ જ મહત્વનો બની જાય છે. જેમાં ખેતીની આબોહવા સાથે જોડાયેલ તાપમાન, ભેજ, વરસાદની ખેતી પર અસર અને ખેડૂતની વર્તમાન સ્થિતિનો અભ્યાસ જેવા મુદ્દા ખૂબ જ મહત્વના બને છે. સાથે જ ખેતીની વર્તમાન દિશા અને ભવિષ્યમાં આ સંદર્ભ ક્યાંકેથી ક્યાં સુધારા કરી શકાય તેના માટેના અભિપ્રાયોના અભ્યાસનો મહત્વનો મુદ્દો રહેશે જેની વિગતે માહિતી આ મજકૂરમાં આપેલ છે.
